Home / Gujarat / Ahmedabad : Ahmedabad Plane crash: 19 bodies could not be identified,

Ahmedabad Plane crash: 19 મૃતદેહની નથી થઈ શકી ઓળખ, લાપત્તા વ્યક્તિઓના પરિવારજનોના કરાશે DNA રિપોર્ટ 

Ahmedabad Plane crash: 19 મૃતદેહની નથી થઈ શકી ઓળખ, લાપત્તા વ્યક્તિઓના પરિવારજનોના કરાશે DNA રિપોર્ટ 

Ahmedabad Plane Crash : એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી કુલ 268 લોકોના મોત નીપજ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ મૃતકોમાં 241 પેસેન્જર અને ક્રુ મેમ્બર્સ હતા. જ્યારે આઠ મૃતકોમાં  ચાર વિદ્યાર્થી સહિત અન્ય આઠ લોકોની ઓળખ થઇ ચુકી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જ્યારે બાકીના 19 મૃતદેહ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં  પ્લેન ક્રેશની ઘટના બાદ  મેસ અને હોસ્ટેલ તેમજ આસપાસમાંથી લાપત્તા થયેલા લોકો  અંગે વિગતો એકઠી કરવા માટે પોલીસની વિશેષ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.

કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા

મેઘાણીનગર આઇજીપી કંપાઉન્ડમાં આવેલા બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન  કુલ 268 મૃતદેહ મળી આવ્યા હતા. આ મૃતકોમાં પ્લેનના 241 પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સ  તેમજ ચાર વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરતા ત્રણ લોકોનો સ્ટાફ તેમજ અન્ય બાળકનો સમાવેશ થાય છે. પરંતુ, બાકીના 19 મૃતદેહ અંગે ઓળખ થઇ શકી નથી.  

મેડીકલ હોસ્ટેલમાં સાફ સફાઇનું કામ કરતા 15થી વધુ લોકો લાપત્તા

ત્યારે હજુ પણ મેસમાં કામ કરતા સ્ટાફના લોકો તેમજ મેડીકલ હોસ્ટેલમાં સાફ સફાઇનું કામ કરવા આવતા 15થી વધુ લોકો લાપત્તા છે. જેથી પોલીસને મળી આવેલા મૃતદેહો લાપત્તા વ્યક્તિોના હોવાની આશંકા છે. જેથી લાપત્તા વ્યક્તિઓના પરિવારજનો ડીએનએ રિપોર્ટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. 

આ ઉપરાંત, પોલીસને આશંકા છે કે વિમાન ક્રેશ થયુ ત્યારે કેમ્પસમાં પણ કેટલાંક નજીકમાં હોવાની શક્યતા છે. જેથી તે પણ  અકસ્માતનો ભોગ બન્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોનો સાચો આંક બહાર આવશે. જે માટે સિવિલ હોસ્પિટલના તબીબો પોલીસ સાથે સંકલન કરીને ચોક્કસ આંકડો તમામ ડીએનએ રિપોર્ટ બાદ જાહેર કરી શકે છે.

 

Related News

Icon