Home / Gujarat / Ahmedabad : Ahmedabad Plane Crash: A person took this step to save his life during the plane crash, read the full story

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના સમયે એક વ્યકિતએ જીવ બચાવવા આવું પગલું ભર્યું, વાંચો આખો ઘટનાક્રમ

Ahmedabad Plane Crash: વિમાન દુર્ઘટના સમયે એક વ્યકિતએ જીવ બચાવવા આવું પગલું ભર્યું, વાંચો આખો ઘટનાક્રમ

Ahmedabad Plane Crash: અમદાવાદ શહેર માટે 12 જૂન ગુરુવાર બપોરના 1.38 વાગ્યાનો સમય ગોઝારો સાબિત થયો અને ઈતિહાસના કાળા પ્રકરણનો એક હિસ્સો બનીને  રહી ગયું અને વર્ષો સુધી લોકોને દુખદ ઘટના તરીકે યાદ રહેશે. એર ઈન્ડિયાના વિમાને ટેક્ ઑફને માત્ર ગણતરીની સેકંડોમાં જ હવામાં અગનગોળો બનીને ઉડતું મોત બની ગયું હતું. જેમાં વિમાનમાં રહેલા પાયલોટ, ક્રૂ મેમ્બર્સ અને પ્રવાસી સહિત કુલ 141 લોકો જીવતા જ ભડથું થઈ ગયા હતા. આટલું ઓછું હોય તેમ આકાશમાં જ વિમાન અગનગોળો બનીને સીધું બી.જે.મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં ધરબાઈ ગયું જ્યાં ત્યાં પણ ઘણી ખુવારી બોલાવી દીધી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિમાનમાં સવાર લોકો જ્યારે જીવ બચાવવા હવાતિયાં મારી રહ્યા હતા આ દરમ્યાન એક વ્યકિત સળગતી હાલતમાં પાણીની ટાંકીમાં કુદકો માર્યો હતો પરંતુ વિધિની વક્રતા એ રહી તે પાણીની ટાંકીમાં પણ વ્યકિતનો જીવ જતો રહ્યો અને તેનું અકાળે મોત થયું હતું. બાદમાં ફાયર અને એનડીઆરએફની ટીમે આ સળગતા પડેલા યુવાનને પાણીની ટાંકીમાંથી તેનો મૃતદેહ બહાર કાઢયો હતો. 

મળતી માહિતી અનુસાર, ગત રોજ ગુરુવાર 12મી જૂનની બપોરનો સયમ દેશવાસીઓને ઉડતા મોત તરીકે યાદ રહેશે. જેમાં અમદાવાદ એરપોર્ટથી ઉપડેલી એર ઈન્ડિયાની ફલાઈટ નોન સ્ટોપ સીધી લંડન જવાની હતી. આ ફલાઈટમાં કુલ 242 પ્રવાસીઓ અને સ્ટાફ સવાર હતો. પરંતુ ઘડીના છઠ્ઠા ભાગમાં આ વિમાન અમદાવાદ એરપોર્ટથી ઉડયાને મેઘાણીનગર વિસ્તારમાં હવામાં જ પ્રચંડ વિસ્ફોટ સાથે સળગી ગયું હતું. જે દરમ્યાન ચારેબાજું કાળો ધૂમાડો, ચીસો અને ભયાનક સ્થિતિનું નિર્માણ થયું. જાણે અમદાવાદ શહેરની ગતિને જાણે એક ક્ષણ માટે ધક્કો લાગ્યા બાદની સ્થિતિ સર્જાઈ.

આ દરમિયાન વિમાન બી.જે.મેડિકલ કૉલેજની હૉસ્ટેલમાં ધરાશાયી થયું. જે બાદ વિમાનમાં સવાર પ્રવાસીઓ જીવ બચાવવા હવાતિયાં મારી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યકિત સળગતી હાલતમાં પોતાનો જીવ બચાવવા માટે બી.જે.મેડિકલ કેમ્પસની પાણીની ટાંકીમાં કુદકો માર્યો હતો. પરંતુ તે બચી નહોતો શક્યો અને તેનું મોત થયું હતું. આખરે આ યુવકને ફાયર અને એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી દરમ્યાન તેના મૃતદેહને શોધી કાઢયો હતો. 

Related News

Icon