
Ahmedabad Plane Crash: ગત રોજ ગુરુવારે અમદાવાદ ખાતે થયેલી દુર્ભાગ્યપૂર્ણ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાએ સમગ્ર શહેરને દુ:ખમાં મૂક્યું છે. જેથી જિપ્સ (GIPS) ગૃપ અને તે દ્વારા સંચાલિત હેલ્ધી માઇન્ડ હોસ્પિટલ, તમામ પીડિતોને અને તેમના પરિવારજનોને હૃદયપૂર્વકની સંવેદના અર્પે છે.
જિપ્સ (GIPS) ગૃપ માનસિક આરોગ્ય અને સહાનુભૂતિપૂર્ણ સારવાર માટે પ્રતિબદ્ધ સંસ્થા તરીકે, અમદાવાદ વિમાન દુર્ઘટનાથી પીડિત તમામ લોકો , બચાવ ટીમના સભ્યો, મૃતકોના પરિવારજનો તથા આ દુર્ઘટનાથી ભાવનાત્મક રીતે પ્રભાવિત વ્યક્તિઓને વિના મૂલ્યે સારવાર આપવાનુ નક્કી કરેલ છે.
આવા દુર્ઘટના સમયે માનસિક આરોગ્યની જરૂરિયાતો શારીરિક સારવાર જેટલી જ અગત્યની હોય છે. તેથી, જિપ્સ (GIPS) ગૃપ,અમદાવાદ દ્વારા OPD કન્સલ્ટેશન, ઈમર્જન્સી મેન્ટલ હેલ્થ સપોર્ટ તથા તમામ પ્રકારની થેરાપી સેવાઓ સંપૂર્ણપણે વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે.
તાત્કાલિક સહાય માટે સંપર્ક કરો:
📞 +૯૧- ૭૪૮૬૦ ૦૭૪૯૧, ૭૪૨૮૭૭૧૧૨૨
📍 જિપ્સ સાઇક્યાટ્રીક ક્લિનિક અને હેલ્ધી માઇન્ડ હોસ્પિટલ, અમદાવાદ
🌐 www.gipshospital.com