
સ્માર્ટસિટી વહીવટીતંત્ર અને વાર્ષિક 15 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાની કામગીરી કરાવવા આઠમી વખત પ્રયાસ કરવો પડે છે. વસ્ત્રાલ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ નવી સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાની કામગીરી માટે પૂર્વઝોનના પ્રોજેકટ ઈમ્પલીમેન્ટ યુનિટ દ્વારા આઠમી વખત ટેન્ડર કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રેનેજપ્રોજેકટ ખાતા હેઠળ પૂર્વઝોનમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં જુદી જુદી જગ્યાએ નવી ટ્રોમ વોટરલાઈન નાંખવના કામ માટે પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટ યુનિટ અંતર્ગત આઠમો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે અંદાજીત 6,36,24,539 રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. પૂર્વઝોનમાં આવતા તળાવોમાં ઇન્ટરલિંકિંગ કરવા .76,02,079નો અંદાજીત ખર્ચ કરી કામગીરી કરાવવા પાંચમી વખત પ્રયાસ કરવામાં આવ્યો છે.