Home / Gujarat / Ahmedabad : anti-social elements no fear of the police

અમદાવાદ અસામાજિક તત્ત્વોનો અડ્ડો, પોલીસનો નથી રહ્યો કોઇ ડર; હવે બેઠક કરીને શું મળશે?

અમદાવાદ અસામાજિક તત્ત્વોનો અડ્ડો, પોલીસનો નથી રહ્યો કોઇ ડર; હવે બેઠક કરીને શું મળશે?

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્ત્વોની ગતિવિધિમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વસ્ત્રાલમાં 15થી 20 જેટલા ગુંડાઓના ટોળાએ રસ્તા પર અનેક વાહનોની તોડફોડ કરી હતી અને નિર્દોષ લોકો પર હુમલા કર્યા હતા. અસામાજિક તત્ત્વો તલવાર અને લાકડીઓ લઇને આખા રસ્તાને બાનમાં લીધો હતો. વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદ પોલીસે ગુનેગારોને ડામવાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.અમદાવાદમાં હેલ્મેટ વગર ફરતા કે ટ્રાફિકના નિયમોનું પાલન ના કરતા લોકોને પોલીસ પકડી શકતી હોય તો ખુલ્લેઆમ જાહેરમાં તલવારો અને લાકડીઓ વડે હુમલો કરતા આરોપીઓને કેમ નહીં પકડી શકતી હોય? 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મળી બેઠક

અમદાવાદમાં અસામાજિક તત્ત્વોને ડામવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 1100થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું છે. પોલીસ કમિશનર જી.એસ.મલિકે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે 3 કલાક મીટિંગ કરી હતી. ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા અને ગુનાખોરી અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.રીઢા ગુનેગારો અને અગાઉના ગેન્ગના આરોપીઓની પણ તપાસ શરૂ કરાઇ છે. સોશિયલ મીડિયા પર હથિયારો અને વીડિયો વાયરલ કરનાર ટપોરીઓ પર પણ પોલીસ નજર રાખશે. પોલીસે વોટ્સએપ નંબર જાહેર કરી લોકોને અસામાજિક તત્ત્વોની માહિતી આપવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા અને ફિલ્મોથી પ્રભાવિત અસામાજિક તત્ત્વો ઉપર પોલીસની નજર છે. ગુનેગારોમાં પોલીસ અને કાયદાનો ડર ઉભો થાય તે માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. પોલીસને કાયદામાં રહીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનરે સૂચન કર્યું છે.

અમદાવાદની ઘટના બાદ મુખ્યમંત્રી પણ એક્શનમાં

અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક્શનમાં આવ્યા છે. સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે મહત્ત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં બેઠક મળશે.રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ બેઠકમાં હાજર રહેશે. આ સિવાય તમામ IG, પોલીસ કમિશનર અને SP પણ આ બેઠકમાં હાજર રહેશે. રાજ્યના લો એન્ડ ઓર્ડરને લઇને ગાંધીનગરમાં મહત્ત્વપૂર્ણ બેઠક મળવાની છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ શું કરે છે?

અમદાવાદ પોલીસ હોટલમાં એક મહિલાની હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી શકતી હોય તો વસ્ત્રાલમાં જેને કારણે અસામાજિક તત્ત્વોએ હુમલો કર્યો તે મુખ્ય આરોપી પંકજ ભાવસારને કેમ પકડી શકતી નથી? વસ્ત્રાલમાં મારામારીની ઘટનામાં મુખ્ય આરોપી પંકજ ભાવસાર ફરાર છે અને તેના સાગરિતો પણ ફરાર છે. સ્થાનિક એજન્સીઓ અને ક્રાઇમ બ્રાન્ચ શું કરી રહી છે? 

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયમાં બનેલી હિંસાત્મક ઘટનાઓ

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો જાહેરમાં આતંક મચાવી રહ્યા છે, જેમાં અંગત અદાવત, જમીન કબજાના વિવાદ અને ગેંગવોર જેવાં કારણો સામે આવ્યાં છે. પોલીસે આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવી રહી છે પણ સ્થિતિ જૈસે થે જેવી જ છે. સ્થાનિક લોકોમાં કાયદો અને વ્યવસ્થા પ્રત્યે ચિંતા વધી છે. અમદાવાદમાં તાજેતરમાં જ બનેલી આવી કેટલીક ઘટનાઓ વિશે જાણીયે જેને જોઇને ખબર પડશે કે અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક કેમ વધ્યો છે? શું પોલીસનો કોઇ ડર રહ્યો નથી?

  • જાન્યુઆરી 2025માં થલતેજ નજીક પેલેડિયમ મોલ પાસે અસામાજિક તત્વોએ ખુલ્લી તલવારો સાથે રસ્તા પર આતંક મચાવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનામાં પણ પોલીસે મહારાષ્ટ્રમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા.
  •  ડિસેમ્બર 2024માં રખિયાલના ગરીબનગર અને સિંગરવા વિસ્તારમાં પણ સમાન ઘટનાઓ બની હતી, જ્યાં વાહનોની તોડફોડ અને હુમલાઓ થયા હતા.

 

 

Related News

Icon