
Ahmedabad News: અમદાવાદમાંથી બનાવટી પાસપોર્ટનાં આધારે ભારતમાં રહેનાર બાંગ્લાદેશી ઝડપાયો છે. અમદાવાદથી કુવેત જતા સમયે એરપોર્ટ પરથી આ ઈસમની ધરપકડ કરવામાં આવી છે. ઈમિગ્રેશન વિભાગે શંકાનાં આધારે તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. બિપ્લોબ હલદાર નામના મુસાફરે બંગાળમાં આવીને જન્મનો દાખલો બનાવ્યો હતો.
જન્મનો દાખલો કઢાવી ભારતના તમામ દસ્તાવેજ બનાવડાવ્યા
જેનાં આધારે 5 હજારમાં આધારકાર્ડ, પાનકાર્ડ અને ચુંટણીકાર્ડ બનાવ્યું હતું. જે બાદ તે ડોક્યુમેન્ટનાં આધારે પાસપોર્ટ બનાવ્યો હતો. જે પાસપોર્ટનાં આધારે કુવેતમાં જઈ નોકરી કરતો હતો. ફેબ્રુઆરી 2025માં ભારત આવી બાંગ્લાદેશ જઈને લગ્ન કર્યા હતા. અને લગ્ન કર્યા બાદ ભારત આવી કુવેત જતા સમયે ધરપકડ કરવામાં આવી હતી. એરપોર્ટ પોલીસે બાંગ્લાદેશી સામે ગુનો દાખલ કર્યો છે. તેમજ એસઓજી પોલીસે બાંગ્લાદેશીની વધુ તપાસ હાથ ધરી છે.