Home / Gujarat / Ahmedabad : Be prepared for scorching heat in the state for the next six days, heatwave forecast in 24 hours

રાજ્યમાં આગામી છ દિવસ કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, 24 કલાકમાં માવઠાની આગાહી

રાજ્યમાં આગામી છ દિવસ કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, 24 કલાકમાં માવઠાની આગાહી

કેટલાક રાજ્યમાં હિટવેવની તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાગી વ્યક્ત કરી છે. આ સિવાય આજે અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી ઊંચું તાપમાન નોંધાયું હતું. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

આગામી ત્રણ દિવસ આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી

રાજ્યમાં આજે બુધવારે (2 એપ્રિલ, 2025) હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઑરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો ઍલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. 

6-7-8 એપ્રિલ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત કાળઝાળ ગરમીની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઇ જઈ રહ્યો છે, ત્યારે આગામી 6-7-8 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ અને ત્રણ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો ઍલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા?

- ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.

- તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.

- પોતાને હાઇડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.

Related News

Icon