અમદાવાદની 148મી રથયાત્રામાં વિવિધ ટ્રકો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભજન મંડળી, હાથી ટ્રક અને અખાડા સાથે રથયાત્રાનું પ્રસ્થાન થયું, જય જગન્નાથ અને જય રણછોડના નાદ સાથે માનવ મહેરામણ ઉમટ્યું છે.
રાફેલ, બ્રહ્મોસ મિસાઈલ તો ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ પરની ટ્રકો
કૃષ્ણ ભક્તિમાં અમદાવાદ લીન થયું છે. રથયાત્રામાં 100થી વધુ ટ્રકે પણ ભાગ લીધો છે. આ ટ્રકોએ રથયાત્રામાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. રાફેલ, બ્રહ્મોસ મિસાઈલ તો ક્યાંક ઓપરેશન સિંદૂરની થીમ પરની ટ્રકોએ આકર્ષણ જમાવ્યું છે.
માનવમહેરામણ આ ટ્રક અને અખાડાઓનો આનંદ લઈ રહ્યા છે
માનવમહેરામણ આ ટ્રક અને અખાડાઓનો આનંદ લઈ રહ્યા છે. આ સિવાય ભજન મંડળીઓ પણ કાન્હાના ભજન ગાતા-ગાતા આગળ વધી રહ્યા છે. આખાય અમદાવાદમાં જાણે ભક્તિમય માહોલ બની ગયો છે.