AHMEDABAD NEWS : ખાદ્ય સામગ્રીઓમાં જીવાત નીકળવાની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવેલા ટીફીનમાંથી ઈયળ નીકળી છે. ખોખરાના નગરસેવક ચેતન પરમારના જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓઓએ પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ટીફીનનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. ટીફીન ખોલીને જમવા બેસતા શાકભાજીમાં સફેદ ઈયળ મારેલી નજરે પડી હતી.

