
અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે અરજદારોની અરજીને ફગાવી દીધી હતી. મળતાા અહેવાલ પ્રમાણે 18 અરજદારોએ સ્ટે માટે અરજી દાખલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે અરજદારોની અરજીને ફગાવી દીધી
અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.