
રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાતમાં ટકોર બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ મેદાનમાં જોવા મળી રહ્યા છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં આ મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં બિનબ્રાહ્મણ કોંગ્રેસ નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, હિંમતસિંહ પટેલ, બિમલ શાહ, મનીષ દોશી, લાખાભાઇ ભરવાડ સહિત 20થી વધુ નેતાઓએ હાજરી આપી હતી.
કિન્તુ કોંગ્રેસ નેતાઓની હાજરી વચ્ચે ભાજપના પ્રવક્તા અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ક્ન્વીનર ડો. યજ્ઞેશ દવેની સ્ટેજ પર સુચક ગેરહાજરી જોવા મળી હતી. મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં કોંગ્રેસ નેતાઓએ વિવિધ ક્ષેત્રમાં બ્રહ્મ સમાજના યોગદાનની પ્રશંસા કરી હતી. બ્રહ્મ સમાજ દ્વારા કેન્દ્ર સરકાર સામે ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ગાયને રાષ્ટ્ર માતા જાહેર નહીં કરે તો રાજ્ય સરકારને રાજ્ય માતા જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ બ્રહ્મ સમાજ સમર્થન આપશે. સમર્થન સરકાર માંગશે નહીં તો કોંગ્રેસ ગાયને રાજ્ય માતા જાહેરવાનું બિલ લાવવાની માંગ કરશે. ગઈકાલે ચૈતન્ય શંભુ મહારાજે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માંગ કરી હતી. તે માંગને ગુજરાત કોંગ્રેસના નેતાઓએ સમર્થન આપ્યું છે.