Home / Gujarat / Ahmedabad : Corona: 183 new cases of Corona reported in the state, 6-month-old baby infected with Corona in Vadodara

Corona: રાજ્યમાં કોરોનાના નવા 183 કેસ નોંધાયા, વડોદરામાં 6 માસનું બાળક કોરોનાગ્રસ્ત

Corona: રાજ્યમાં કોરોનાના નવા 183 કેસ નોંધાયા, વડોદરામાં 6 માસનું બાળક કોરોનાગ્રસ્ત

Covid Cases In Gujarat : દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 5755ની પાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 391 નવા કેસ નોંધાયા છે અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુ સહિતના 4 લોકોએ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતમાં આજે શનિવારે (7 જૂન) કોરોનાના 183 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 822 પર પહોંચ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોરોનાના 183 નવા કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.

ગુજરાતમાં નવા 183 કોરોના કેસ નોંધાયા, વડોદરામાં 6 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ 2 - image

વડોદરામાં 6 માસનું બાળક કોરોના પોઝિટિવ
મળતી માહિતી મુજબ, વડોદરામાં ગત રોજ 11 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. તેવામાં ગતરોજ 6 માસના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના જરૂરી સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યાં હતા. જોકે તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યું છે.

Related News

Icon