
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ મોન્ટુ પટેલ કેસ મામલે કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ જશુ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, PCI ના પ્રમુખ માટે PCI મેમ્બર બનવું જરૂરી છે. ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં મોન્ટુ પટેલે દિવ દમણથી ઉમેદવારી નોંધાવી હતી. મોન્ટુ પટેલની ઉમેદવારીને કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય મંત્રાલયને ઘણી ફરિયાદ થઈ હતી.
તેઓએ જણાવ્યું હતું કે, ૫૫૦૦૦ મતમાંથી મોન્ટુ પટેલને ફક્ત ૪૩૯ વોટ મળ્યા હતા. મોન્ટુ પટેલના નોમિનેશનને સાચું સાબિત કરવા જશુ ચૌધરી મહત્વની ભૂમિકા ભજવી હતી. જશુ ચૌધરીએ ખોટા ડોક્યુમેન્ટની બેંક ડેટમાં એન્ટ્રી કરી હતી. મોન્ટુ પટેલની PCI મેમ્બરનો વિવાદ યથાવત છતાં દિવ દમણથી નોમિનેશન એક મોટો પ્રશ્ન છે.
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક ઓટોનોમસ બોડી છે. મોન્ટુ પટેલ ઇલેક્શન થયા સિવાય જ નીમાયો હતો. પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી હાર્યા છતાંય મોન્ટુ કઈ રીતે ફાર્મસી કાઉન્સિલનો પ્રમુખ બન્યો તે તપાસનો વિષય છે.