Home / Gujarat / Ahmedabad : dreams of sending her to study in London shattered

Ahemdabad Plane Crash: રીક્ષા ચલાવીને દીકરીને ઉછેરી, લંડન ભણવા મોકલવાનું સપનું રોળાયું

Ahemdabad Plane Crash: રીક્ષા ચલાવીને દીકરીને ઉછેરી, લંડન ભણવા મોકલવાનું સપનું રોળાયું

અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 241 મુસાફરોના મોતથી શોકની લાગણી ફરી વળી છે ત્યારે આ દુર્ઘટનામાં સાબરકાંઠાના હિંમતનગરના રહીશ અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના નાનકડા ગામ ગોગુદાના વતની ખટીક પરિવારની પુત્રી પાયલનું પણ મોત નિપજ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પિતા હિંમતનગરમાં રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે

પાયલ ખટીકના પિતા હિંમતનગરમાં રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે. પુત્રીને લંડનમાં M.Tech પૂર્ણ કરવાનું હોવાથી અનેક સપના સજાવી તેને એરપોર્ટ પરથી રવાના કરી હતી, પરંતુ કમનસીબે દુર્ઘટનામાં પુત્રીના મોતથી ખટીક પરિવાર ઉપર આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ છે. પાયલને M.Tech માટે યુનિવસિર્ટીમાં પ્રવેશ પણ મળી ગયો હતો.

પાયલ M.Tech કરવા જઈ રહી હતી લંડન 

પાયલ હિંમતનગરની આદર્શ સ્કુલમાં ધો. 1થી 10 અને હિંમત હાઈસ્કુલમાં ધો.11-12 નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઘરમાં આર્થિક મદદ કરવા માટે ટ્યુશન ક્લાસીસ પણ ચલાવતી હતી. પાયલને લંડનમાં M.Tech કરવાનું હોવાથી વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યા પછી તે એર ઈન્ડિયયાના વિમાન દ્વારા લંડન જવા માટે રવાના થઈ હતી, પરંતુ ઉડાન ભર્યાની મિનીટોમાં જ વિમાન ક્રેશ થતાં અન્ય મુસાફરો સાથે પાયલ ખટીકનું પણ આ ગોઝારી દુર્ઘટનામાં મોત થયું છે. વિમાન દુર્ઘટનાની જાણ થયા પછી ખટીક પરિવાર તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો જ્યાં ડી.એન.એ. સેમ્પલ આપ્યા બાદ પાયલના મોતની અંતિમ પુષ્ટી માટે રાહ જોઈ રહ્યા છે. 

પાયલ ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલના મોત અંગે પડોશીએ જણાવ્યું હતું કે, પાયલના પિતા રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવે છે અને દિકરી પાયલ પણ ટ્યુશન આપીને ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી. બે બહેન અને એક ભાઈ સહિત માતા-પિતા સાથે 5 જણનો પરિવાર પ્રસન્ન જીવન જીવતા હતા પરંતુ ગઈકાલની દુર્ઘટનાએ ખટીક પરિવારમાં શોકનું મોજુ લાવી દીધું છે.

 

Related News

Icon