
અમદાવાદમાં 12 જૂને અમદાવાદથી લંડન જતા એર ઇન્ડિયાના વિમાન AI171 ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 270 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ પ્લેન ક્રેશને લઇને કેટલીક ચર્ચાઓ થઇ રહી છે. અલગ અલગ એક્સપર્ટે અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઇને પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. કોઇએ કહ્યું કે પ્લેનના બન્ન એન્જિન ફેલ થઇ ગયા માટે ક્રેશ થયું તો કોઇએ બર્ડ હિટને કારણ ગણાવ્યું. હવે અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઇને કેટલાક અધિકારીઓએ તેનું અસલી કારણ જણાવ્યું છે.
અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ શું?
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યું કે- ઉડાન ભરવાની તરત બાદ જ અચાનક પ્લેનમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. વીજળી ગુલ થવાને કારણે બોઇંગ-787 ડ્રીમલાઇનર અચાનક પોતાની તાકાત ગુમાવી દીધી હતી અને નીચે આવવા લાગ્યું હતું. આ દરમિયાન નીચે પડતા જ પ્લેન એક બિલ્ડિંગ સાથે ટકરાયું હતું જેમાં પ્લેનમાં સવાર 241 લોકો સહિત 270 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ બ્લેક બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે જેની તપાસ બાદ જ દુર્ઘટનાનું અસલી કારણ સામે આવી શકશે.
5 વર્ષ પહેલા બનેલી વિમાન દુર્ઘટના પર પણ નજર
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની તપાસ સાથ જોડાયેલા અધિકારીઓની નજર 5 વર્ષ પહેલા બનેલી એક દુર્ઘટના પર પણ છે. આ દુર્ઘટનામાં એરબસA321ના ઉડાન ભર્યા બાદ બન્ને એન્જિન ખરાબ થઇ ગયા હતા અને આ કારણે વિમાને પરત ફરવું પડ્યું હતું. આ વિમાન ટેક ઓફ કરવાની 11 મિનિટની અંદર જ ગેટવિક પરત ફર્યું હતું.
2020માં બનેલી આ દુર્ઘટનાની તપાસ UK Air Accident Investigation Branch (AIIB)એ કરી હતી. AIIB અમદાવાદ વિમાન દુર્ઘટનાની પણ તપાસ કરી રહી છે. 2020ના વિમાન દુર્ઘટનામાં એન્જિનના ફેલ થવા પાછળનું કારણ ફ્યૂલ સિસ્ટમમાં ગડબડ હતી જ્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઇને કરવામાં આવતી તપાસમાં સામે આવ્યું કે પ્લેનમાં પાવર ફેલ્યોર હતું અથવા વીજળીની કોઇ ગડબડ થઇ હતી.
ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ગડબડ
વિમાન દુર્ઘટનાની તપાસમાં સામેલ એક અધિકારીએ જણાવ્યુ કે શરૂઆતની તપાસમાં ખબર પડી કે ટેક ઓફ કરવાની કેટલીક સેકન્ડની અંદર જ વિમાનમાં મેન ઇલેક્ટ્રિક સિસ્ટમ વીજળી જતી રહી હતી. ઘટનાસ્થળેથી મળેલા પુરાવા, વિમાનનો કાટમાળ અને ટેક ઓફની ઘટનાના વીડિયોથી આ વાત સ્પષ્ટ ખબર પડે છે કે વીજળીમાં ગડબડ થઇ હતી અને આવું ક્યા કારણોસર થયું તેની ખબર બ્લેક બોક્સના ડેટા મેળવ્યા બાદ પડશે.
બ્લેકબોક્સને અમેરિકા મોકલવામાં આવશે
અમદાવાદ પ્લેન ક્રેશના 28 કલાક બાદ બ્લેક બોક્સને જપ્ત કરવામાં આવ્યું છે જેની તપાસ ભારતમાં જ કરવામાં આવતી હતી પણ સમાચાર આવ્યા કે બ્લેક બોક્સને આગથી ઘણુ નુકસાન થયું છે જેને કારણે હવે બ્લેક બોક્સને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે. અમેરિકામાં જ તેના ડેટાની રિકવરી કરી શકાશે. અમેરિકા જતા સમયે તેની સાથે એક ભારતીય તપાસ દળ પણ જશે જે તેના પર નજર રાખશે. એવામાં અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ શું છે તેનો ખુલાસો બ્લેક બોક્સની તપાસ બાદ જ સામે આવી શકશે.