
અમદાવાદમાં વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી ગંભીર હુમલામાં પરિણમી હતી. જેમાં એક બાઈક ચાલકની જ્વેલર્સ શો રુમના માલિક સાથે વાહન પાર્કિંગ બાબતે બબાલ થઈ હતી બાદમાં માલિક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં સરદાર ચોક પાસે જ્વેલર્સના માલિક પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે વાહન માલિક અને જવેલર્સ શોરૂમના માલિક વચ્ચે તકરાર થઈ હતી. બાદમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. જેમાં બાઇક ચાલકે ઝપાઝપી કરી જવેલર્સના શો રૂમના માલિકને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. હુમલો કરવાના મામલે કૃષ્ણનગર પોલીસે આરોપી વિરોધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.