Home / Gujarat / Ahmedabad : Gujaratis deported from America arrive at Ahmedabad airport

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગુજરાતીઓ ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પહોંચ્યા

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગુજરાતીઓ ચુસ્ત બંદોબસ્ત સાથે વતન પહોંચ્યા

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ગુજરાતીઓ આજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. પોલીસ તેમના નામ સરનામા સહિતની નોંધ કરી. અને આવનારા દિવસોમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછમાં ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.વહેલી સવાર 6:15 કલાકે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન લેન્ડ થયું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પૂછપરછ બાદ મોટા એજન્ટોના નામ સામે આવી શકે

પૂછપરછ બાદ મોટા એજન્ટોના નામ સામે આવી શકે છે. અમદાવાદ એરપોર્ટ પર તેમના આગમન દરમ્યાન એરપોર્ટ પર અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમાં IB, CID અને સ્થાનિક પોલીસનો કાફલો હાજર હતો.

 તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી 

ગુજરાતના તમામ લોકોને લઈને અમૃતસરથી વિમાન દિલ્હી થઈને અમદાવાદ પહોંચ્યું હતું. આ તમામ લોકોની ઓળખની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેમને ઘરે વતન પહોંચાડવામાં આવી રહ્યા છે.

33 ગુજરાતીઓના નામની યાદી...

 

1- જયવિરસિંહ વિહોલ, મહેસાણા

2- હિરલબેન વડસ્મા, મહેસાણા

3- રાજપુત વાલાજી, પાટણ

4- કેતુલકુમાર દરજી, મહેસાણા

5- પ્રક્ષા પ્રજાપતિ, ગાંધીનગર

6- જિગ્નેશકુમાર ચૌધરી, ગાંધીનગર

7- રૂચી ચૌધરી, ગાંધીનગર

8- પિન્ટુકુમાર પ્રજાપતિ, અમદાવાદ

9- ખુશ્બુ પટેલ, વડોદરા

10- સ્મિત પટેલ, ગાંધીનગર

11- શિવા ગોસ્વામી, આણંદ

12- જીવનજી ગોહિલ, ગાંધીનગર

13- નીકિતા પટેલ, મહેસાણા

14- એશા પટેલ, ભરૂચ

15- જયેશ રામી, વિરમગામ

16- બીના રામી, બનાસકાંઠા

17- એન્નીબેન પટેલ, પાટણ

18- મંત્રા પટેલ, પાટણ

19- કેતુલકુમાર પટેલ, માનુદ

20- કિરનબેન પટેલ, મહેસાણા

21- માયરા પટેલ, કલોલ

22- રિશિતા પટેલ, ગાંધીનગર

23- કરનસિંહ નેતુજી, ગાંધીનગર

24- મિતલબેન ગોહિલ, કલોલ

25- હેવનસિંહ ગોહિલ, મહેસાણા

26- ધ્રુવગીરી ગોસ્વામી, ગાંધીનગર

27- હેમલ ગોસ્વામી, મહેસાણા

28- હાર્દિકગિરિ ગોસ્વામી,મહેસાણા

29- હેમાનીબેન ગોસ્વામી, ગાંધીનગર

30- એન્જલ ઝાલા, ગાંધીનગર

31- અરૂણબેન ઝાલા, મહેસાણા

32- માહી ઝાલા, ગાંધીનગર

33- જિગ્નેશકુમાર ઝાલા, ગાંધીનગર

 

એક અંદાજ મુજબ અમેરિકામાંથી હાલમાં 18 હજાર ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે. એક અંદાજ મુજબ અમેરિકામાં 7.25 લાખ ભારતીયો ગેરકાયદે રહે છે. આમ અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓમાં મેક્સિકન અને અલ સાલ્વાડોરના નાગરિકો પછી ભારતીયો ત્રીજા સ્થાને આવે છે. ગયા મહિને ભારત સરકારે જણાવ્યું હતું કે તે અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીય નાગરિકોને પરત લેવા માટે હંમેશા તૈયાર રહે છે. વિદેશ પ્રધાન જયશંકરે જણાવ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે અમેરિકામાં કેટલા ભારતીય ગેરકાયદેસર રીતે રહે છે. તેને પરત મોકલી શકાય છે કે નહીં. 

રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી

રાજ્યના પોલીસ વિભાગ દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર જિલ્લા પોલીસના વાહનોમાં આ તમામ લોકો અમદાવાદ એરપોર્ટથી તેમના વતન રવાના થશે. એરપોર્ટ પર આઈબી, સીઆઈડી અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો હતો.  ઉલ્લેખનીય છે કે અમેરિકાથી પરત આવનારા ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના 12-12 લોકો અને સુરતના 4 તથા અમદાવાદના 2 અને ખેડા-વડોદરા તથા પાટણના 1-1 લોકો સામેલ છે.  

ટ્રમ્પે પરત મોકલેલા 104 ભારતીયોમાં 69 પુરુષ, 25 મહિલા અને 13 બાળકો સામેલ છે. આ બધા ભારતમાંથી તો કાયદેસર રવાના થયા હતા, પરંતુ અમેરિકામાં ડંકી રુટે ઘૂસ્યા હતા. અમેરિકામાંથી ડિપોર્ટ કરીને લાવવામાં આવેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પર પકડવામાં આવ્યા હતા. ભારત પહોંચેલા આ લોકોની હાલમાં ધરપકડની કોઈ શક્યતા નથી, કારણ કે તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યો નથી. હાલમાં 104 ભારતીયોને વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓએ કોઈ ગંભીર ગુના આચર્યા છે કે નહીં તેની તપાસ થશે. 
Related News

Icon