Home / Gujarat / Ahmedabad : People who arrived illegally despite spending Rs 60 lakhs in debt are now worried

60 લાખનો ખર્ચ, દેવું કરીને પણ ગેરકાયદે પહોંચેલા હવે ન ઘરના કે ના ઘાટના

60 લાખનો ખર્ચ, દેવું કરીને પણ ગેરકાયદે પહોંચેલા હવે ન ઘરના કે ના ઘાટના

અમેરીકાના સેન્ટ એન્ટોનિયોથી લશ્કરી વિમાન સી-17માં મોકલાયેલા 104 ભારતીયોમાં 33 ગુજરાતીઓ છે. મળતી માહિતી અનુસાર ગેકકાયદેસર ગુજરાતીઓની સ્થિતિના ઘરના ના ઘાટના જેવી થઈ છે. જે ગામોમાં અમેરિકા હોવું એ મોભો ગણાય છે, ત્યાં હવે હાથમાં બેડી પહેરીને પરત આવવાની સ્થિતિ ઘણી અસહ્ય પણ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગુજરાતમાંથી ડન્કી રૂટથી જવાનો ભાવ છેલ્લા પાંચ વર્ષથી 60 લાખ

ગુજરાતમાંથી ડન્કી રૂટથી જવાનો ભાવ છેલ્લા પાંચ વર્ષથી 60 લાખ ચાલી રહ્યો છે, ત્યારે આટલી માતબર રકમ ખર્ચીને ગેરકાયદેસર રીતે ગયેલા યાત્રિકોનો તમામ ડેટાભારતીય સુરક્ષા એજન્સીઓને અમેરિકન સુરક્ષા એજન્સી દ્વારા સુપ્રત કરવામાં આવ્યો છે, જોકે હાલમાં તેમની સામે કોઈ કડક પગલાં લેવાશે કે નહીં તે અંગે ભારત સરકારે કોઈ નિર્દેશ કર્યો નથી, પરંતુ લાંબા સમયથી અમેરિકામાં લાખો રૂપિયા ખર્ચીને ગયેલા મોટા ભાગના આર્થિક સંકડામણને કારણે અહીંથી દેવું કરીને બોર્ડર ક્રોસિંગના જોખમે અમેરિકા પહોંચ્યા હતા.

કડી-કલોલ વિસ્તારના, આણંદના કેટલાંક  ગામો અને ભરૂચ જિલ્લાના દલાલોમાં સોપો

અમેરિકન સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલમાં કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ ન ધરાવતા નાગરિકોને પકડવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના સત્તા પર આવીને ગેરકાયદેસર માઈગ્રેન્ટ પર લેવાયેલા કડક પગલાં પછી કડી-કલોલ વિસ્તારના, આણંદના કેટલાંક  ગામો અને ભરૂચ જિલ્લાના કેટલાંક ગામોમાં ગેરકાયદેસર અમેરિકા મોકલતા દલાલોમાં સોપો પડી ગયો છે.ૉ

ગેરકાયદેસર અમેરિકા જવામાં કડી-કલોલના સૌથી વધુ લોકો

મળતી માહિતી અનુસાર પરત આવેલા 104 નાગરીકોમાંથી મોટા ભાગના લોકો ન્યૂજર્સી, ન્યૂયોર્ક, કેલેફોર્નિયા, ટેક્સાસ અને ઈલિનોઈથી પકડાયા છે. ગુજરાતમાં સૌથી વધુ ગેરકાયદેસર અમેરિકા જવામાં કડી-કલોલના કેટલાંક ગામોમાં દર વર્ષે પારિવારિક આયોજનથી અમેરિકા મોકલવાનો સતત સિલસિલો ચલું હતો. 

 

 

Related News

Icon