
અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલાઓને દેશ નીકાલ કરવા, પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે લીધેલા નિર્ણયને પગલે તેમજ તે ઘૂસણખોરોને અટકાવવા અમેરિકાનાં સશસ્ત્ર દળોનું મુખ્ય મથક પેન્ટાગોન સક્રિય બની ગયું છે. તેના ભાગરૂપે શુક્રવારે પેન્ટાગોને મેક્સિકો સાથેની સરહદે વધુ ૧૦૦૦ સક્રિય સૈનિકો ગોઠવી દીધા છે. તે ઉપરાંત ન્યૂયોર્ક રાજ્ય સ્થિત ફોર્ટ ડ્રમમાં રહેલા સૈનિકોને ક્યુબાનાં ગ્વાન્ટેનાઓ બે મોકલવામાં આવી રહ્યા છે. અહીં ગેરકાયદે ઘૂસણખોરોને અટકાયતમાં રખાયા છે. જેમની ઉપર તે દેખરેખ રાખવા તે મરીન્સ મોકલાયા છે.
પેન્ટાગોને મેક્સિકો સાથેની સરહદે વધુ ૧૦૦૦ સક્રિય સૈનિકો ગોઠવી દીધા
આ માહિતી આપતાં અનામી રહેવા માગતા એક અધિકારીએ કહ્યું હતું કે હવે બોર્ડર ઉપર વાયર ફ્રેન્સિંગ પણ બનાવાઈ રહી છે અને બોર્ડર પેટ્રોલ ટ્રપ્સ સતત ચોકી પહેરો કરી રહ્યું છે. તેઓને સહાય કરવા કેટલાંક ટ્રૂપ્સ પહોંચી ગયા છે. જેમને સહાય કરવા આ વધારાના ૧૦૦૦ સૈનિકો રવાના કરાયા છે.
બીજી તરફ સંરક્ષણ મંત્રાલયનાસચિવ પેટ હેગસેટે શુક્રવારે જણાવ્યું હતું કે અમેરિકાને વિશ્વાસ છે કે ગ્વાન્ટેનામો બે ઉપર રખાયેલા હજ્જારો ગેરકાયદે ઘૂસણખોરોને માટે ટેન્ટસ વગેરેની તો પૂરતી વ્યવસ્થા થઇ ગઇ છે. પરંતુ તેઓ ઉપર કડક દેખરેખ રાખવા ૫૦૦ મરીન્સ મોકલાયા છે. અન્ય શબ્દોમાં કહીએ તો, આ વિશિષ્ટ પ્રકારની જેલ જ છે.
સૌથી વધુ મુશ્કેલી તો દક્ષિણ સરહદેથી (મેક્સિકોમાંથી) ઘૂસી આવતા ઘૂસણખોરોને રોકવાની છે. તે માટે વધુ ૧૦૦૦૦ સૈનિકો ગોઠવાઈ જશે.અત્યારે ટેક્સાસનાં એસ. પાસો તેમજ સાન ડીગો પર ૧૧૦૦ સૈનિકો પહોંચી ગયા છે. તેમણે તેમની કાર્યવાહી શરૂ કરી દીધી છે તે ઉપરાંત અમેરિકાનાં લશ્કરી વિમાનો દ્વારા આવા ગેરકાયદે ઘૂસણખોરોને તેમના દેશોમાં પરત મોકલાઈ રહ્યા છે.
ઘૂસણખોરો તદ્દન ઓછા પગારે નોકરીઓ લઇ અમેરિકાના યુવાનોની રોજી રોટી ઝૂંટવી રહ્યા છે
આ ગેરકાયદે ઘૂસણખોરો તદ્દન ઓછા પગારે નોકરીઓ લઇ અમેરિકાના યુવાનોની રોજી રોટી ઝૂંટવી રહ્યા છે. તેથી ડૉનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણીપ્રચાર દરમિયાન જ તે બધાને તેમના દેશ ભેગા કરી દેવા વચન આપ્યું હતું. તે વચનનાં જોરે તો તેઓ ચૂંટાઈ આવ્યા છે. ટ્રમ્પે આ ગેરકાયદે ઘૂસણખોરો પૈકી ૩૦૦૦૦ને તો ગ્વાન્ટેનાઓ બેમાં રાખ્યા છે. જેમની ઉપર મરીન્સ કડક ચોકી પહેરો રાખે છે. તે માટે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ અસામાન્ય અપરાધીઓ છે. ગુંડાઓ છે તેમને તેમના દેશો પણ સ્વીકારવા તૈયાર નથી. તેથી તેમને ગ્વાન્ટેનાઓ બેમાં બંદીવાનોની જેમ જ રાખવા પડયા છે.