
Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરમાં અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સજ્જ બન્યું છે. જેના લીધે રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર પરિસરમાં BDDS ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. BDDS ટીમ, વજ્ર વાહન, ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 27 જૂનના રોજ યોજવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ રથયાત્રા નીકળશે. દર વર્ષની જેમ રથયાત્રા નીકળવાની હોવાથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા રથયાત્રાના રૂટ પર સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઉપરાંત બીડીડીએસની ટીમ દ્વારા ભગવાન જગન્નાથ મંદિરમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન પોલીસ તંત્ર, વહીવટી તંત્ર ખડેપગે હાજર રહી રથયાત્રાના રૂટ અને સલામતીની સમીક્ષા પણ કરી હતી.