અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે બાકી વેરાને લઇને કડક કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે કોઇ સામાન્ય નાગરિકનો વેરો બાકી હોય ત્યારે ઢોલ-નગારા સાથે આખી ટીમ મેદાને ઉતરી જાય છે. પરંતુ અત્યારે 'ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે' એવો ઘાટ સર્જાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે છેલ્લા સાત વર્ષથી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વેરો ભર્યો નથી. આ વેરાની રકમ કરોડોમાં પહોંચી ગઇ છે.

