Home / Gujarat / Ahmedabad : Lalji Desai at the forefront as Gujarat Congress state president

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે લાલજી દેસાઈનું નામ સૌથી મોખરે, દિલ્હીની બેઠકમાં વાગશે મહોર

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે લાલજી દેસાઈનું નામ સૌથી મોખરે, દિલ્હીની બેઠકમાં વાગશે મહોર

ગુજરાતમાં યોજાયેલી વિસાદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી બાદ શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ નવા પ્રમુખની નિમણૂંક ન થાય ત્યાં સુધી શૈલેષ પરમારને કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતાં વિવિધ સમાજો ખાસકરીને પાટીદાર અને કોળી સમાજમાં નારાજગી જોવા મળી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ દિલ્હીમાં ચાલી રહેલી બેઠકમાં લાલજી દેસાઈ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. રાહુલ ગાંધીના વિશ્વાસુ ગણાતા લાલજી દેસાઈ ૨૦૧૮થી રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લાલજી દેસાઈ સૌથી સક્રિય હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 પાટીદારને પ્રદેશ પ્રમુખપદ આપવા માંગ

અમદાવાદમાં થોડા દિવસ પહેલા પાટીદારોએ પણ હાઈ કમાન્ડનો સમય માંગી પાટીદારને પ્રદેશ પ્રમુખપદ આપવા માંગ સાથે મિટિંગ યોજી હતી. પાટીદાર અને કોળી સમાજે ગુજરાત કોંગ્રેસનું અધ્યક્ષ પદ આપવા માંગ કરી છે. જેને લઇને રાહુલ ગાંધી આજે કોંગ્રેસના નેતાઓને આજે દિલ્હી બોલાવ્યા છે. દિલ્હીમાં મેગા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરવામાં આવશે. 

રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ છે લાલજી દેસાઈ 

દિલ્હી ખાતે યોજાનારી બેઠકમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર સહિતના નેતાઓ હાજરી આપી છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ કોને સોંપવું તેને લઇને રાહુલ ગાંધી ચર્ચા કરવામાં આવશે. ત્યારે આ પદની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઇને રાજકીય વર્તુળમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ હાલ પ્રમુખ પદ તરીકે પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે.

ગુજરાત કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ

મૃતપ્રાય ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે ખુદ હાઇકમાન્ડે મોરચો સંભાળ્યો છે ત્યાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં હારના બહાને શક્તિસિંહ ગોહિલે પ્રમુખ પદેથી વિદાય લીધી છે. આમ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતી સર્જાઇ છે. ગુજરાતમાં કોંગ્રેસની હાલત વધુને વધુ બદતર થઇ રહી છે તેમ છતાંય કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એવુ જાણવા મળ્યું છે કે, શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંકના વિવાદે જ શક્તિસિંહ ગોહિલનો ભોગ લીધો છે. શહેર-જીલ્લા પ્રમુખોની પસંદગીમાં કાર્યકરોનો મત લેવાયો છતાંય અસંતોષનો ચરૂ ઉકળ્યો છે. 

ગેનીબેન ઠાકોર-અમિત ચાવડાનું નામ ટોપ પર

ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પરેશ ધાનાણી, વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાનું નામ ચર્ચામાં છે. સૂત્રો અનુસાર અમિત ચાવડા હાઇકમાન્ડની પહેલી પસંદ છે. જો અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો વિધાનસભા વિપક્ષપદ ખાલી પડે તેમ છે. અમિત ચાવડાના સ્થાને યુવા અને આક્રમક ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાય તો નવાઇ નહીં. જ્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને શૈલેષ પરમારના સ્થાને ઉપનેતા પદ અપાશે. આ સિવાય પૂજાવંશ, પરેશ ધાનાણી અને વિરજી ઠુમરના નામો પણ રેસમાં છે. હાઇકમાન્ડ હવે કોને ગુજરાત કોંગ્રેસની કમાન સોપે છે તેના પર કાર્યકરોની નજર મંડાઇ છે. 

Related News

Icon