જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજને વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી અપાઈ છે, જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપ દાસજી મહારાજને અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી આપવામાં આવી છે.
સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી આપવામાં આવી
મહંત દિલીપ દાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.દેશમાં હાલ ઓડિસામાં ગોવર્ધન મઠ, ગુજરાતના દ્વારકામાં શારદા મઠ, ઉત્તરાખંડમાં જ્યોતિર્મઠ અને રામેશ્વરમમાં શ્રુંગેરી મઠમાં ચાર શંકરાચાર્યો છે.
દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક કાંચી મઠ
આ સિવાય કાંચીપુરમમાં કાંચી મઠ એક હિંદુ મઠ છે. જે પાંચ પંચભૂત સ્થળોમાંથી એક છે. અહીંના મઠાધિશ્વરને શંકરાચાર્ય કહેવામાં આવે છે. આ મઠને પણ આદિ ગુરુ શંકરાચાર્યએ સ્થાપિત કર્યો હતો. આજે આ મઠ દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે.