રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી હોવાનું બહુમાન લેતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષથી શૈક્ષણિક વર્ષથી રૂપિયા 5 હજારથી વધુ જેટલી માતબર ફી વધારી દીધો છે. જેના લીધે આજે એનએસયુ દ્વારા કુલપતિ આવાસ ઘેરાવ કરી વિરોધ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે, પોલીસે વિરોધ કરતા કાર્યકરોની ટીંગાટોળી કરી હતી.
નવરંગપુરા વિસ્તારમાં આવેલી અને રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ આવાસ બહાર મોટી સંખ્યામાં NSUI કાર્યકરો એકઠા થઈને ફી વધારો પાછો ન ખેંચાતા વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરો દ્વારા બેનરો અને પ્લેકાર્ડ દર્શાવીને સૂત્રોચ્ચાર કરીને ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. પોલીસ કાફલાએ વિરોધ કરતા એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરી ઘટનાસ્થળેથી હટાવી દીધા હતા. મહત્ત્વનું છે કે, ગુજરાત યુનિવર્સિટી બીએ, બીકોમ અને પીએચડીમાં તોતિંગ ફી વધારો કરી દીધો છે.