Home / Gujarat / Ahmedabad : Operation Sindoor: Tiranga Yatra planned in Ahmedabad after Operation Sindoor

Operation Sindoor: અમદાવાદમાં ઑપરેશન સિંદૂર બાદ તિરંગા યાત્રાનું આયોજન

Operation Sindoor: અમદાવાદમાં ઑપરેશન સિંદૂર બાદ તિરંગા યાત્રાનું આયોજન

Operation Sindoor: ગત મહિનાની 22 એપ્રિલે ધરતી પરના સ્વર્ગ એવા કાશ્મીરમાં પહલગામમાં રજાઓ ગાળવા ગયેલા પર્યટકોની આતંકવાદીઓ કરપીણ હત્યા કર્યા બાદ જે રીતે સરકારે આતંકવાદીઓનો સફાયો કરવા શરૂ કરેલું ઑપરેશન સિંદૂર ઓપરેશનમાં પાકિસ્તાનના 100 આતંકવાદીઓ, આતંકીઓનું હેડ કવાર્ટર નો ખાત્મો બોલાવ્યો હતો. તે બાદ સરકારે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીએમ ભૂપન્દ્ર પટેલ પણ જોડાશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મળતી માહિતી અનુસાર, આવતીકાલે એટલે કે, ઑપરેશન સિંદૂર બાદ બીજેપી દેશભરમાં 13થી 23 મે સુધી તિરંગા યાત્રા યોજવા જઈ રહી છે. જેના ભાગરૂપે મંગળવારે 13મી મેએ અમદાવાદ શહેરમાં વિવિધ સંસ્થાઓના સંકલનથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સાંજે પાંચ વાગ્યે વાડજથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ તિરંગાયાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. વાડજથી રાણીપ મેટ્રો સ્ટેશન થઈ સુભાષચંદ્ર બોઝ સર્કલ ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે. આ તિરંગાયાત્રામાં વિવિધ સંસ્થાઓ સાથે બીજેપીના નેતાઓ અને ધારાસભ્યો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે. 

 

 

 

Related News

Icon