Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી સ્વછતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. 15 મેથી 5 જૂન સુધી આ સ્વછતા અભિયાન ચાલશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સાબરમતી સ્વછતા અભિયાનમાં જોડાયા હતા. ૪૫ હજારથી વધુ લોકો સફાઈ અભિયાનમાં જોડાયા છે. અત્યાર સુધીમાં 446 મેટ્રિક ટનથી વધુ કચરો કાઢવામાં આવ્યો છે.
સાબરમતીના વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ નિર્માણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી જયારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમદાવાદીઓ માટે રિવરફ્રન્ટ બનાવ્યો હતો. આજે તેનો લાભ તમામ લોકો લઇ રહ્યા છે. અત્યારે નદીનું પાણી ખાલી કરવામાં આવ્યું છે. હવે આ સમયનો સદુપયોગ કરી મેયર દ્વારા સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું છે.