
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 171ને લઇને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વિમાન દુર્ઘટના સમયે પાયલોટનો એક ઓડિયો મેસેજ સામે આવ્યો છે. આ મેસેજ પ્લેન ક્રેશ થયા પહેલા કોકપિટથી મોકલવામાં આવ્યો હતો જેનાથી વિમાનના ક્રેશ થવાનું અસલી કારણ પણ ખબર પડે છે.
પાયલોટે ATCને મોકલ્યો હતો મેસેજ
પાયલોટે પહેલા જ પ્લેનમાં ટેકનિકલ ખામીની આશંકા વ્યક્ત કરી હતી. એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને મોકલવામાં આવેલા મેસેજમાં સીનિયર પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલનો ગભરાયેલો અવાજ સંભળાયો હતો જેમાં તે કહેતો હતો, 'મે ડે...મે ડે...મે ડે...નો થ્રસ્ટ...ગોઇંગ ડાઉન...'
આ મેસેજ માત્ર 5 સેકન્ડનો હતો પરંતુ તેમાં જે ભય અને ઇમરજન્સી સ્થિતિ વિશે જાણ કરી હતી. પાયલોટે અંતિમ ક્ષણ સુધી વિમાનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉંચાઇ સુધી ના પહોંચી શક્યુ વિમાન
જેવા જ વિમાને ઉંચાઇ પકડવાની શરૂ કરી તેમાં પાવર અને થ્રસ્ટની કમી આવી ગઇ હતી જેને કારણે તે ઝડપથી નીચે આવવા લાગ્યુ હતું. દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન બીજે મેડિકલની હોસ્ટેલને થયું છે જ્યાં કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા જેમનું વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. આ વિમાનનો બ્લેક બોક્સ મળી આવ્યો છે. બ્લેકબોક્સની તપાસ બાદ વિમાન દુર્ઘટનાનું સાચુ કારણ જાણવા મળશે.