
Ahmedabad News: ચોમાસાની શરુઆત થઈ ચૂકી છે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન રોગચાળો વધવાની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલ શહેરમાં 589 એક્ટિવ કેસ છે. કોરોના ઉપરાંત અન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો મહિને એકથી ચૌદ તારીખ દરમિયાન વિવિધ બિમારીઓના કેસ નોંધાયા હતા.
ઝાડા ઉલટી - ૪૧૦
કમળો - ૧૨૧
ટાઈફોઈડ - ૨૦૫
કોલેરા - ૯
ડેન્ગ્યુ - ૮
મલેરિયા - ૧૭