Home / Gujarat / Ahmedabad : Seeing an accident between a car and a bike near Palladium Mall, a vehicle rammed into the crowd.

Ahmedabad news: પેલેડિયમ મોલ પાસે કાર અને બાઈકનો અકસ્માત જોતા ટોળામાં ઘુસ્યું વાહન, 3થી વધુ ઈજાગ્રસ્ત

Ahmedabad news: પેલેડિયમ મોલ પાસે કાર અને બાઈકનો અકસ્માત જોતા ટોળામાં ઘુસ્યું વાહન, 3થી વધુ ઈજાગ્રસ્ત

રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના S.G. હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ બ્રિજ નજીક 2 અકસ્માતના બનાવો બન્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારને બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ અકસ્માતને જોવા ઉભેલા ટોળામાં એક્ટિવા ઘૂસી ગયું હતું, જેમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આમ બે અકસ્માતમાં 3થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

બે વર્ષમાં હિટ એન્ડ રનની 739 ઘટનામાં 345ના મોત


પહેલી જાન્યુઆરી 2023થી 31મી ડિસેમ્બર 2024 દરમિયાન અમદાવાદ શહેરમાં 344, અમદાવાદ ગ્રામ્યમાં 395 હિટ એન્ડ રનના બનાવ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરથી 117, અમદાવાદ ગ્રામ્યથી 228 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં હિટ એન્ડ રનથી 345 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.
 
હિટ એન્ડ રન મામલે અમદાવાદ શહેરમાંથી 88, ગ્રામ્યમાંથી 243 એમ કુલ 331 ધરપકડ કરાઈ છે. જેમાંથી અમદાવાદ શહેરમાંથી 344, ગ્રામ્યમાંથી 395 સામે પોલીસ કેસ કરાયા છે. બે વર્ષના આ સમયગાળામાં અમદાવાદ શહેરમાંથી 256, ગ્રામ્યમાંથી 152 એમ કુલ 408 વ્યક્તિ હજુ સુધી પોલીસ દ્વારા ઝડપાયા નથી.
Related News

Icon