અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૩ જૂને ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ વિમાનમાં 241 લોકો સવાર હતા, જેમાંથી 240 લોકોના મોત થયા હતા. હોસ્ટેલની દિવાલ સાથે અથડાવાથી ઘણા ઈન્ટર્ન ડોક્ટર પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. હવે આ ઘટનાનો એક નવો VIDEO સામે આવ્યો છે.
Air Indiaના વિમાન દુર્ઘટના પછી એક નવો વીડિયો સામે આવ્યો
Air Indiaના વિમાન દુર્ઘટના પછી એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે નજીકના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વિમાન દુર્ઘટના પછી પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે MBBSના વિદ્યાર્થીઓ બીજા અને ત્રીજા માળેથી કપડું બાંધીને નીચે આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ચાદરની મદદથી કૂદકા મારતા જોઈ શકાય છે.