Home / Gujarat / Ahmedabad : The number of corona infected people in Gujarat has reached 190

Ahmedabad news: ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 190 થયો, 131 કેસ તો અમદાવાદમાં જ

Ahmedabad news: ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 190 થયો, 131 કેસ તો અમદાવાદમાં જ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના કેસનો આંક હવે વધીને 190 થઈ ગયો છે. જેમાં સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદમાંથી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

10 દિવસમાં 183 નવા કેસ નોંધાયા 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અનેક જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાંથી 131, રાજકોટ કોર્પોરેશનમાંથી 15, જામનગર કોર્પોરેશનમાંથી 10, મહેસાણામાંથી 6, ગાંધીનગર કોર્પોરેશનમાંથી 5, ભાવનગર કોર્પોરેશનમાંથી 4, કચ્છમાંથી 3, બનાસકાંઠામાંથી 2, ખેડામાંથી 2, આણંદ-ભરૂચ-પાટણ-વલસાડમાંથી 1-1 નવા કેસ સામે આવ્યા છે. 

મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ 

ગુજરાતમાં 19 મેના કોવિડ પોઝિટિવનો આંક 7 હતો. આમ, 10 દિવસમાં કોવિડ પોઝિટિવનો આંક 183 જેટલો વધી ગયો છે. કોવિડ પોઝિટિવ દર્દીમાં કયો વેરિયન્ટ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. અત્યારસુધી સત્તાવાર રીતે માત્ર એક દર્દીમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે. રાહતની વાત એ પણ છે કે, કોવિડના મોટાભાગના દર્દી હાલ ઘરમાં જ સારવાર હેઠળ છે. તબીબોના મતે, કોવિડની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને ડરવાની કોઈ જરૂર નથી.

Related News

Icon