Home / Gujarat / Ahmedabad : The second phase of demolition will begin in the Chandola area from tomorrow

Ahmedabad news: આવતીકાલથી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે

Ahmedabad news: આવતીકાલથી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે

અમદાવાદમાં . જેમાં અંદાજે અઢીલાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહાનગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમા પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કે, ચંડોલા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચો.મી. ગેરકાયદે બાંધકામ હટાવાશે

ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. પાલિકાના અધિકારીઓનો અંદાજ છે કે આ વિસ્તારમાં જેટલી માત્રામાં હજુ દબાણ છે, તેને જોતા ડિમોલિશનમાં બે થી ત્રણ દિવસથી વધુ સમય લાગી શકે છે. 

ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પણ મહત્વપૂર્ણ છે: AMC

સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્થાપિત પરિવારોના પુનર્વસન માટે પણ જોગવાઈઓ કરવામાં આવી રહી છે, AMC આ અભિયાનથી અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક આવાસ ફાળવવાની યોજના બનાવી રહી છે. AMC અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારને સાફ કરવો એ માત્ર શહેરી વિકાસ માટે જ નહીં, પરંતુ મૂળિયાં જમાવી ચૂકેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પણ મહત્વપૂર્ણ છે.

50 JCB મશીનો, 100 ટ્રક અને 500 AMC કર્મચારીઓ સામેલ હશે

આ કામગીરીમાં 50 JCB મશીનો, 100 ટ્રક અને 500 AMC કર્મચારીઓ સામેલ હશે.કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 3 હજાર પોલીસકર્મીઓ અને 25 SRPની ટીમો તૈનાત કરવામાં આવશે.વર્ષ 2025માં અત્યાર સુધીમાં 250 બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા છે, જેમાંથી 207 ચંડોળા તળાવ વિસ્તારમાંથી હતા. 200થી વધુ લોકોને ડિપોર્ટ કરાયા છે.ચંડોળા તળાવ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં 4 હજાર જેટલી ગેરકાયદે ઝૂંપડીઓ અને બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા

Related News

Icon