
ગુજરાતભરમાંથી સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. હજુ ગઈ કાલે જ પંચમહાલમાંથી એક પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો એવામાં ફરી અમદાવાદમાંથી પણ તાજેતરમાં જ હત્યાનો મામલો સામે આવ્યો હતો જેમાં આખરે પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાને અકસ્માતમાં ખપાવવાનો આરોપીઓનો પ્લાન હતો. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ રીતે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. ટ્રાફિક પોલીસે આ મામલે રાજુસિંગ ઉર્ફે બાલો અને ઇશ્વરસિંગ ઉર્ફે મારવાડીની ધરપકડ કરી છે. અંગત માથાકૂટમાં અકસ્માત થકી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ માર મારીને હત્યા નિપજાવી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ મૃતદેહને રસ્તા પર મૂકી દેવામાં આવ્યો હતો. આખરે ટ્રાફિક પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.