Ahmedabad News: અમદાવાદ વિમાન દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટ અંગે એવીએશન એક્સપર્ટની પ્રતિક્રિયા સામે આવી છે. અમદાવાદમાં પાયલોટ કેપ્ટન ઉમંગ જાનીની પ્રતિક્રિયા સામે આવી છે. હજુ આ પ્રાથમિક રિપોર્ટ છે વિસ્તૃત તપાસ બાદ સાચી હકીકત સામે આવી શકે છે. દુર્ઘટનાગ્રસ્ત સમયે ફ્લાઇટની ફ્યુઅલ સ્વિચ ઓન હોવાનો ઉલ્લેખ છે.
ફ્યુઅલ સ્વિચ કેવી રીતે બંધ થઈ અને ફરી શરૂ થઈ એ તપાસનો વિષય છે. રિપોર્ટમાં ફ્લાઈટના 49 કલાકનો તમામ ડેટા રેકોર્ડ થયેલ હોવાનું ઉલ્લેખ છે. કોકપીટમાં બે કલાક સમયની વાતચીત પણ રેકોર્ડ થઈ હોવાનો રેકોર્ડ સામે આવ્યો છે.