
Ahmedabad News: અમદાવાદમાં વર્ષ ૨૦૦૪માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સાથે થયેલી છેતરપિંડીના કેસમાં આજે ચુકાદો આવ્યો છે. છેતરપિંડીના કેસમાં ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ સામે આવ્યું છે. આરોપી સંજય પંચાલને ફટકારી 7 વર્ષની સજા અને 10 લાખનો દંડ ફટકાર્યો છે. 20 વર્ષે બાર કાઉન્સિલ ઑફ ગુજરાત સાથે થયેલી છેતરપિંડીના કેસમાં ચુકાદો આવ્યો છે.
એકાઉન્ટન્ટ અને સેક્રેટરી તરીકે ફરજ બજાવનાર આરોપીએ 42 લાખની છેતરપિંડી કરી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોડક્યુટર તરીકે આર પી ઠાકરે દલીલ કરી હતી. ૨૦૦ દસ્તાવેજી પુરાવા તપાસી કોર્ટે હુકમ કર્યો છે. સંજય પંચાલ સામે કેસ પુરવાર થતા કોર્ટે હુકમ કર્યો છે. બાર કાઉન્સિલના સભ્યો સહિત 20 સાક્ષીઓ અને 200 દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.