અમદાવાદના જીવરાજ પાર્કમાં મોડી રાતે ફરીથી આગ લાગી હતી, આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સખત મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસે આગના સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો
આ ઘટના બાદ તકેદારીના ભાગરૂપે વાસણા પોલીસે આગના સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેથી આવી કોઈ અનિચ્છનીય ઘટના ફરી ન બને અને સ્થિતિને સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શકાય. આ પહેલાં પણ જીવરાજ પાર્કમાં આવી જ એક આગની ઘટના બની હતી, જેમાં બે લોકોના મોત થયા હતા..