Home / Gujarat / Ahmedabad : VIDEO: Grand Netrotsav festival at Lord Jagannathji Temple in Ahmedabad today

VIDEO: અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં ભવ્ય નેત્રોત્સવ ઉત્સવ, રથયાત્રા પૂર્વે ભગવાન મોસાળથી પરત ફર્યા

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવવિધી ભક્તિભાવપૂર્વક ઉજવાશે. રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ મોસાળથી પરત ફર્યા છે અને તેમને ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવશે. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ પૂજા વિધિ સંપન્ન થશે, જેમાં ભગવાનની આંખે પાટા બાંધવાની પરંપરાગત વિધિ કરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

નેત્રોત્સવ વિધી બાદ સવારે 9:30 વાગે ધ્વજારોહણ વિધિ યોજાશે

લોકવાયકા મુજબ, મામાના ઘરેથી પરત ફરતાં ભગવાનને આંખો આવે છે, જેને નિવારવા આ વિધિ કરવામાં આવે છે.નેત્રોત્સવ વિધી બાદ સવારે 9:30 વાગે ધ્વજારોહણ વિધિ યોજાશે, જેમાં કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

સવારે 11 વાગે ભારતભરથી આવેલા સાધુ-સંતોનું સન્માન કરવામાં આવશે

ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને મેયર પણ હાજર રહેશે. સવારે 11 વાગે ભારતભરથી આવેલા સાધુ-સંતોનું સન્માન કરવામાં આવશે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

 

Related News

Icon