
Weather Updates: એપ્રિલ મહિનામાં જ રાજ્યમાં આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી વરસી રહી છે. જેના લીધે પશુ-પંખીઓ અને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ દરમ્યાન હવામાન વિભાગે આગામી સાત દિવસ હિટવેવની શક્યતાને નકારી કાઢી છે. જેથી પવન ફુંકાવાની અને બે દિવસ ધૂળની ડમરી ઉડવાની આગાહી દર્શાવી છે. પવનને લીધે માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગે સૂચના આપી છે. 21 એપ્રિલે આખા રાજ્યમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ હિટવેવની કોઈ શક્યતા ન હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ પવનની સાથે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા દર્શાવી છે. જેથી કરીને દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. આગામી બે દિવસ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બે દિવસ લોકોને ગરમીથી વધુ રાહત મળે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લામાં બે દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. આગામી 21 એપ્રિલે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે પવન ફુંકાશે. અમદાવાદમાં આજે તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ 48.3 કંડલામાં તાપમાન નોંધાયું હતું.