Home / Gujarat / Banaskantha : 32 km road from Ambaji to Abu closed and diversion provided, read the reason

Ambaji news: અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ બંધ કરીને ડાયવર્ઝન અપાયું, વાંચો કારણ

Ambaji news: અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ બંધ કરીને ડાયવર્ઝન અપાયું, વાંચો કારણ

Ambaji to Abu 32 KM Road Block: ઉત્તર ગુજરાતના શકિતપીઠ અંબાજી કે આબુ પ્રવાસ જવાનું વિચારી રહ્યા હોય તો પહેલાં આ સમાચાર વાંચી લેજો. કારણ કે, અંબાજીથી આબુ સુધીના જતા માર્ગને બંધ કરવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અંબાજીથી આબુ વચ્ચેનો રોડ બંધ કરાયો
મળતી માહિતી મુજબ, અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ રાત્રે 8 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સિયાવા-છાપરી અને અંબાજી જતો રસ્તો એક દિવસ માટે બંધ કરાયો છે. સિયાવા મેળાના આયોજનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને તકલીફ ન પડે તે માટે ડાયવર્ઝનની સુવિધા પણ કરવામાં આવી છે. આ સિવાય મેળામાં આવતા લોકોને પણ કોઈ તકલીફનો સામનો ન કરવો પડે.  


તંત્રએ આપ્યું ડાયવર્ઝન
અંબાજીથી આબુ જતો રોડ બંધ હોવાના કારણે મુસાફરો આબુ જવા માટે ગબ્બર અથવા વિરમપુર ફરીને જઈ શકાશે.  

Related News

Icon