
રાજ્યના અમરેલીમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. અમરેલીના જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના 5 વર્ષના બાળકનો સિંહણે શિકાર કર્યો હતો. વાડી વિસ્તારમાંથી બાળકને ઉઠાવી સિંહણ લઈ ગઈ હતી. સિંહણ ઢસડીને દૂર લઈ ગઈ હતી, ત્યાં તેણે બાળકનો શિકાર કર્યો હતો.
બાળકનો સિંહણે શિકાર કર્યો
બાળકનો સિંહણે શિકાર કર્યો હતો તે વાત વાયુ વેગે ફેલાઈ હતી, અને લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ સ્થાનિકોએ વનવિભાગને કરી હતી. વનવિભાગની ટીમે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.
બાળકના અવશેષો મળ્યા
સ્થાનિક લોકો અને વનવિભાગ દ્વારા શોધખોળ કરતા થોડેક દૂર બાળકના અવશેષો મળ્યા હતા.બાળકનું અકાળે મોત થતાં પરિવારજનો ભારે આઘાતમાં સરી પડ્યા હતા. વનવિભાગ અને પરિવાર દ્વારા અવશેષો હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.તો બીજી તરફ સિંહણને પકડવા માટે વનવિભાગે કામગીરી હાથ ધરી છે.