
Amreli news: અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પરિણીત પુરુષ અને સ્ત્રીએ મોડીરાત્રે રાજુલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ બંનેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જે બાદ સારવાર દરમ્યાન બંને પ્રેમી-પંખીડાનાં મોત થયા હતા. મૃતક સ્ત્રી-પુરુષના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ રહ્યું હતું.
મળતી વિગતો અનુસાર, અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરના ખાંભા વિસ્તારમાં પરિણીત જયસુખભાઈ સાંખટ અને અફસાનાબેન કુરૈશી વચ્ચે પ્રેમ સંબંધ હતો. પરંતુ ગત મોડી રાત્રે રાજુલા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઝેરી દવા પી સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેની હાલત નાજુક જણાતા આસપાસના લોકોએ 108 બોલાવી સારવાર માટે અમરેલી સિવિલ ખસેડયા હતા. જ્યાં બંનેનું સારવાર દરમ્યાન બંનેનાં મોત નિપજયા હતા. જો કે, પ્રેમી પંખીડાના મોત પાછળ કયા કારણો જવાબદાર હતા તેનું રહસ્ય અકબંધ રહ્યું છે.