
Dahod news: દાહોદ શહેરમાં આવેલા બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના હાથને માનસિર રીતે અસ્થિર વ્યકિતએ ખંડિત કરતા ચકચાર મચી છે. જેને લઈ મોડી રાત્રે આદિવાસી સમાજે ભારે વિરોધ નોંધાવ્યો હતો. પ્રતિમા ખંડિત થવાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે જઈ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક રીતે તપાસ કરતા પ્રતિમાને નુકસાન કરનાર શખ્સ માનસિક રીતે અસ્થિર હોવાનું પોલીસનું અનુમાન છે. જેથી આદિવાસી સમાજે નવી પ્રતિમાનું અનાવરણ કરવાની માંગ કરી હતી.
મળતી વિગતો અનુસાર, દાહોદ શહેરમાં આવેલા બિરસા મુંડા સર્કલ પર મૂર્તિના હાથને ખંડિત કરવામાં આવ્યો હતો. જેની જાણ આસપાસના લોકોને થતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યા હતો. અને આ હિન કૃત્ય આચરનાર શખ્સને જેલ હવાલે કરવાની માંગ ઉઠી હતી. ભગવાન બિરસા મુંડાની પ્રતિમા તોડનાર સામે આદિવાસી સમાજે રોષ વ્યક્ત કરી પોલીસને જાણ કરી હતી. જે અંગેની જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પૂછપરછ કરી તપાસ કરી હતી. જે બાદ આ કૃત્ય આચરનાર શખ્સની અટકાયત કરી હતી. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ પ્રતિમા તોડનાર ઈસમ માનસિક અસ્થિર હોવાનું પોલીસનું અનુમાન છે. જે બાદ નવી પ્રતિમાનું અનાવરણ કરવાની આદિવાસી સમાજે માંગ ઉઠાવી છે.