
અમરેલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક શાળાના આઠથી દસ વિદ્યાર્થીઓએ હાથમાં બ્લેડ મારી દીધી હોવાની ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના મોટા મુંજ્યાસર ગામની શાળામાં બ્લેડકાંડને મામલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોટા મુંજ્યાસર પહોંચ્યા હતા. ત્યાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ વાલીઓ અને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી.
ત્રણેક દિવસ પહેલા પ્રાથમિક શાળાના શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7 માં ભણતા હોવાનું જાણવા મળેલ છે. આ ઘટનાથી બાળકોના વાલીઓ સ્તબ્ધ થયા હતા.
જીલ્લા શિક્ષણાધિકારીનું નિવેદન
જીલ્લા શિક્ષણાધિકારી કિશોર મીયાણીએ આ મામલે નિવેદન આપ્યું હતું. આ ઘટનામાં આઠ થી દસ બાળકો સામેલ હોવાનું જીલ્લા શિક્ષણાધિકારી રટણ કરી રહ્યા હતા. ઘટના કેવા સંજોગોમાં બની તથા બાળકોને આવી પ્રેરણા ક્યાંથી મળી તે તપાસનો વિષય બન્યું છે. જો કોઈ કસુરવાર જણાશે તો તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાશે.