ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી અવાર નવાર જંગલી જાનવર શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં હોય છે. હજુ બે દિવસ પહેલાં જ અમરેલીમાં એક સિંહ શિકારની શોધમાં રામદેવપીર મંદિરના પટાંગણમાં આવી ચડ્યો હતો. અને દુધાળા પશુના શિકાર માટે આંટાફેરા મારતો હતો. એવામાં ફરી અમરેલીમાં દિપડો આવી જતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

