Home / Gujarat / Amreli : Private company plane crashes in residential area, one dead

Amreli news: VIDEO/ રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, એકનું મોત

અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થયું છે. અમરેલીના  ગીરિયા રોડ પર આ દુર્ઘટના સર્જાઈ હતી, મળતા અહેવા પ્રમાણે આ દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિમાન કેવી રીતે ક્રેશ થયું 

મળતી માહિતી અનુસાર, રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ખાનગી કંપનીનું વિમન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો

ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં એક જ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. 

Related News

Icon