
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અમરેલીની કોલેજમાં પરીક્ષામાં ગેરરીતિને લઈને કુલપતિ એક્શનમાં છે. અમરેલીની કોલેજનું પરીક્ષા કેન્દ્ર જ રદ કરી દેવાયું છે. અમરેલીની એમ.ડી સીતાપરા કોલેજમાં બી.કોમ. સેમેસ્ટર-4ની પરીક્ષા દરમિયાન પરીક્ષા શરૂ થયાના 15 મિનિટમં જ જવાબો સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયા હતા.
પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે ગઈકાલે વિદ્યાર્થી સંગઠને કુલપતિને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે એમ.ડી. સીતાપરા કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ થવું જોઈએ. વિદ્યાર્થી સંગઠનોએ પુરાવા તરીકે કુલપતિને વ્હોટસઅપમાં વાયરલ સ્ક્રિન શોટસની કોપી પણ આપી હતી..અને કુલપતિએ તપાસ બાદ કોલેજનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે.