Home / Gujarat / Amreli : Youth murder in Lathi

અમરેલી: લાઠીમાં માલધારી યુવકની હત્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમરેલી: લાઠીમાં માલધારી યુવકની હત્યા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

લાઠીના માલવિયા પિપરિયા ગામમાં માલધારી યુવકની હત્યા કરવામાં આવી છે. પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના માલવિયા પિપરિયા ગામમાં આરોપી ગૌતમ અને ઘનશ્યામ મકવાણાને મૃતક યુવક સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મૃતક યુવક પર તીક્ષ્ણ હથિયારથી  હુમલો કર્યો હતો. હુમલામાં તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે મોકલવામાં આવ્યો છે.

બીજી તરફ આ બનાવની જાણ થતા લાઠી તાલુકા પોલીસ અને અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જોકે, હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.