
Anand News: આજે ગુજરાત સહિત દેશભરમાં ડો. ભીમરાવ આંબેડકર જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આંબેડકર જન્મ જ્યંતી એ જાહેર રજા છે જેમાં સરકારી શૈક્ષણિક સ્કૂલો તેમજ કોલેજોના કામકાજ બંધ રહેવાનો સરકારનો પ્રોટોકોલ છે. તેમ છતાં આણંદમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણેના પરિપત્રની અવગણના કરવામાં આવી હતી. આણંદના ચાંગા ખાતે આવેલી ચારુસેટ યુનિવર્સિટીમાં ડીસીએની પરીક્ષા લેવામાં આવી હતી અને આ પરીક્ષાને લઇ 200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા.
સરકારી પરિપત્ર પ્રમાણે કોલેજો બંધ હોવા છતાં પણ પરીક્ષા માટે સબંધિત તંત્ર દ્વારા કોલેજ ચાલુ રાખી પરીક્ષા આપવા માટે 200 વિદ્યાર્થીઓને બોલાવતા હોબાળો મચ્યો હતો. સરકારની સરકારી ગાઈડ લાઈનના લીરે લીરા ઉડ્યા હતા. ખરેખર સરકારના પરિપત્રો સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવા બનાવે છે તે એક સવાલ લોકોને મુંઝવી રહ્યો છે. પરીક્ષા આજે કોના ઇશારે લેવાઈ તે ચર્ચાનો વિષય બન્યો છે. વિદ્યાભ્યાસને લઇને અમારો વિરોધ નથી પરંતુ નેતાઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. વાયરલ વીડિયોની GSTV પુષ્ટિ કરતું નથી.