
Anand News: ગુજરાત એક દારુબંધી રાજ્ય છે તેમ છતાં ગુજરાતમાંથી અઢળક માત્રામાં દારુ ઝડપાય છે તેમજ અનેક લઠ્ઠાકાંડ પણ થાય છે. એવામાં આણંદમાંથી એક સમાચાર સામે આવ્યા છે જેમાં ભાજપના એક નેતાનો પુત્ર દારૂ પાર્ટી કરતા ઝડપાયો હતો. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને ભાજપ નેતા દિલિપ પટેલના પુત્ર સહિત ત્રણને પાર્ટી કરતા ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, વડોદરાના અકોટા પોલીસ મથકની હદમાંથી કેટલાક નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. આ નબીરાઓ જાહેર રોડ પર દારૂની મહેફિલ માણી રહ્યા હતા. નબીરાઓની સાથે આણંદના ભાજપ નેતા હિરેન પટેલનો પુત્ર પણ આ મહેફિલમાંથી ઝડપાયો છે. નબીરાઓ કાર પાર્ક કરીને મહેફિલ માણતા હતા ત્યાં જ પોલીસ દાદાની એન્ટ્રી થઈ હતી અને તેમને ઝડપી પાડ્યા હતા. નબીરાઓએ નશામાં પોલીસ સાથે બોલાચાલી પણ કરી હોવાનું સામે આવ્યું છે.