
વાસદ બ્રિજ ઉપરથી નદીમાં કૂદીને યુવકે જીવન ટૂંકાવ્યું છે. બાઇક બ્રિજ ઉપર મૂકી મહી નદીમાં યુવકે મોતની છલાંગ લગાવી હતી. નાની નાની વાતો લોકો જીવન ટૂંકાવવા સુધીનું પગલું ભરતા જરા પણ ખચકાતા નથી. વાસદ બ્રિજ ઉપરથી મહિસાગરમાં ઝંપલાવનાર ઈલેક્ટ્રિશિયન યુવકે મોતને વહાલું કર્યું છે.
આપઘાત કરનાર મૃતક યુવક મહેશ મોહનભાઇ પઢીયાર નામનો યુવક હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવક આંકલાવના અસોદરનો રહેવાસી છે. યુવકના આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ત્યારે પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જણાવી દઈએ કે, બનાવના પગલે પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થયા છે. આ યુવકે આપઘાત પગલું કેમ ભર્યું તે અંગે કોઈ ચોક્કસ જાણકારી પાપ્ત થઈ નથી પરંતુ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.